Wednesday, December 10, 2014

જોઈએ છે એક બહેન - by Kajal Oza

સવારથી રાત સુધી ખાવા પીવા રહેવા માટે સુવિધા ..જોઈએ છે એક બહેન …
પ્રાઈસ લીસ્ટ :
બે વખત રસોઈ .: રૂપિયા 3000/- ,મહીને બે દિવસ રજા .
કપડા : 450/500 રૂપિયા .
વાસણ : 450/500 રૂપિયા
કચરા પોતા : એક માળ ના 450/500 /- રૂપિયા .બીજા માળ પર શરતોને આધીન રોજ કચરા / બે દિવસે કચરા / અઠવાડિયે પોતું /રોજ પોતું …મોટો બંગલો તો 600/- રૂપિયા માળ દીઠ .
બંગલાનો માળી : રોજ કે બે દિવસ કે અઠવાડિયા નો દર .ઓછામાં ઓછા 200/- રૂપિયા .
સ્કુલની રીક્ષા કે વાન ; મહીને 500/- રૂપિયા મૂકી દો .
ટ્યુશન :અંગ્રેજી માધ્યમ 1 થી 7 ધોરણ ઓછામાં ઓછા 500/- થી 700/- રૂપિયા . ગુજરાતી માધ્યમ 100/- થી 200/- રૂપિયા ઓછા . કોચિંગ ક્લાસ 350/- રૂપિયા પકડી લો .
બીમાર માણસ નું નર્સિંગ રોજના 400/- નર્સ રાખીએ તો .
બાળક પાછળ આયાનો ખર્ચ : 2000/- ઓછા માં ઓછા મહીને …
બહારના દોડ ધક્કા ખાતા મૈડ સર્વન્ટ આખો દિવસ 1000/- રૂપિયા ઓછામાં ઓછા પકડો .
આ થી વધારે પણ કામ છે .
સોશિઅલ પબ્લિક રીલેશન ઓફિસરની જોબ હોય તો પગાર ?? ગણી લો તમે . ઘેર અચાનક આવી પડતા ખર્ચા વખતે બજેટીંગ નું કામ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો કસ્ટમર દીઠ સર્વિસ ચાર્જ …એક કંપનીની બધી જ માહિતી થી વાકેફ એવો વિશ્વસનીય સેક્રેટરી .કંપની સેક્રેટરી જે કંપનીનું ટાઈમ ટેબલ મેનેજ કરે છે .જોબ ડીસાઈડ કરે છે એ એમ .બી .એ. …
ઉપરમાંથી કોઈ પણ વ્યક્તિ રજા પાડે એનું કામ કરી નાખવાનું …
અને છેલ્લે નાણાકીય ભીડના સમયમાં પોતાના દાગીના પણ કાઢીને સોંપી દે એવો દોસ્ત ..
હા આ બધા ઉપરાંત સોશિઅલ સિક્યોરીટી ની વણલખી બાહેંધરી આપે છે .
આ બધા મલ્ટી ટાસ્ક કરનાર વ્યક્તિને તમે ઓળખો છો ????
એને આજ સુધી આ બધું કામ કરવાનો કોઈ પગાર મળ્યો નથી .એને કોઈ રજા મળતી નથી . આ બધું કામ એની ફરજમાં આવે છે અને એ હંસતે મુખે બજાવે પણ છે .એ બહાર બીજી નોકરી કરે તોપણ આ કામ તો એ જાણે જ છે ..ઘર નામની સંસ્થા કે કંપનીને એણે ક્યારેય ખોટકાવા નથી દીધી .એ સુપર મેનેજર છે ..એને સી ઈ ઓ જેટલો પગાર મળવો જોઈએ ..પણ એણે ક્યારેય માંગ્યો નથી .
એને બે વસ્તુની જ માંગણી કરી છે .એક તો જેને માટે એ બધું કરે છે એ વ્યક્તિઓનો પોતાના માટે સમય અને ખુબ ખુબ પ્રેમ ….
સમાજમાં જેને આપણને વધારે જેની જરૂર પડી જ છે અને તોય એના રોલને સૌથી વધારે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાયો છે .જેની કોઈ કદર નથી થઇ એ હોદ્દેદારનું નામ છે...
” ગૃહિણી ” ……
સૌના મેણા ટોણા માર સુધ્ધા સહન કરતી અને ક્યારેક તો બીજા લોકો માટે જેનો પ્રાણ સુધ્ધા લેવાય છે એ ગૃહિણી ..આ તમારી માત્ર પત્ની નહિ પણ માં બહેન અને દીકરી સુધ્ધા આમાં છે …..
એને વસ્તુ કે જોવાલાયક કે ભોગવવાની ચીજ નહિ પણ એક જીવંત મનુષ્ય સમજો ..એની પણ લાગણી હોઈ શકે તેને દુભાવો નહીં .તમારા નાના પુત્રને હવે નાનપણથી જ સ્ત્રી તરફ સન્માન થી જોવાના સંસ્કાર આપો …

બિલ ગેટ્સનું ઘર

તમને ખબર જ હસે ક બિલ ગેટ્સ કોણ છે... હા વિશ્વ વિખ્યાત માઇક્રોસૉફ્ટ કંપની ના માલિક.

  • આ મેન્શન બનવામાં સાત વર્ષ લાગ્યા હતા અને એની પાછળ 63 મિલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
  • આ ઘરનો સ્વિમિંગ પૂલ 60 ફૂટ લાંબો છે અને એમાં અન્ડરવોટર મ્યુઝિક સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ પૂલ પાસે જ ચાર શાવર અને બે બાથની વ્યવસ્થા છે.
  • બિલ ગેટ્સના આ ઘરમાં 2,500 સ્કવેર ફૂટનું આધુનિક જીમ છે અને મજાની વાત તો એ છે કે બિલે અત્યાર સુધી આ જિમનો ઉપયોગ જ નથી કર્યો.
  • ઘરનો ડાઇનિંગ રૂમ 1,000 સ્કવેર ફૂટનો વિસ્તાર ધરાવે છે.
  • બિલ ગેટ્સના ઘરે કોઈ મહેમાન બને છે ત્યારે તેમને એક ખાસ સાધન આપવામાં આવે છે જેની મદદથી તેઓ ઘરમાં તેઓ જ્યાં હોય ત્યાંનું તાપમાન, સંગીત તેમજ લાઇટિંગ બદલાવી શકે છે.
  • આ ઘરનું તાપમાન આસપાસના તાપમાન પ્રમાણે આપોઆપ સેટ થાય છે.
  • બિલ ગેટ્સ આ ઘર માટે દર વર્ષે 1 મિલીયન ડોલરનો ટેક્સ ભરે છે.
  • આ ઘરમાં રમતગમતનો એક ખાસ રૂમ છે જેની સિલિંગ 20 ફૂટ જેટલી ઉંચી છે.
  • આ ઘરમાં લિયોનાર્ડો દ વિન્ચીનું સોળમી સદીનું એક કલાચિત્ર છે જે બિલ ગેટ્સે 30.8 મિલીયન ડોલરમાં ખરીદ્યું છે.
  • આ ઘરના પહેલા માળે જવા માટે 84 પગથિયાં છે. આ સિવાય ઘરમાં પ્રાઇવેટ લિફ્ટની સગવડ પણ છે.
  • ઘરના 2,300 સ્કવેર ફૂટના રિસેપ્શન હોલમાં 150 વ્યક્તિઓ ડિનર માટે અથવા તો 200 વ્યક્તિઓ કોકટેલ પાર્ટી માટે બેસી શકે એવી વ્યવસ્થા છે.
  • આ ઘરમાં 24 જેટલા બાથરૂમ છે.
  • ઘરના દિવાલોમાં સ્પિકર છે જેની મદદથી તમે દરેક રૂમમાં તમારી પસંદગીનં સંગીત સાંભળી શકો છો.
  • ઘરમાં 23 કારના ગેરેજ છે જેનો મતલબ એ છે કે 23 વ્યક્તિઓને પોતાની પાર્કિંગની જગ્યા મળી શકે છે.
  • ઘરમાં દરેક વ્યક્તિ દરેક રૂમમાંથી ફેવરિટ વસ્તુનું ઓનલાઇન શોપિંગ કરી શકે એવી વ્યવસ્થા છે.

સ્વચ્છ ગુજરાત


મિત્રો,
સારુ કામ હમેશા સારા કાર્ય થી કરવુ જોઈયે ઍવુ આપણા સાસ્ત્ર કહે છે.

તો હમણા ઘણા સમય થી બધી જગ્યા ઍ જોવો ત્યા આપણા લૉક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઍ ચાલુ કરેલુ સ્વચ્છ ભારત નુ અભિયાન ખૂબ જોર શોર મા ચાલી રહ્યુ છે. અને સાચેજ બહુ સરસ કાર્ય થઈ રહ્યુ છે, પણ આ વસ્તુ આપણે થોડા દિવસ માટે યાદ નથી રાખવાની પણ જીવન મા ઍક આદત બનાવી દેવાની છે. આપણે સ્વછ્તા આપણા ઘર અને આપણા વિચારોથી ચાલુ કરવાની છે તો ચાલો આપણે બધા આજે ઍક સારા નાગરિક તરીકે આ અભિયાન ની સંપૂર્ણ સાથ આપી અન સફળ બનાવીયે.

તો થઈ જાવ તમારા મન ને મક્કમ કરવા અને આપણા રાજ્ય અન દેશ ને સ્વચ્છ કરવા માટે.

ઇંટરનેટ ના ઉપયોગ થી કેમ ક્માવ


મિત્રો,

ફાઇનલી આજે સમય મળી જે ગયો તમને માહિતી આપવાનો ક જેથી તમે તમારો સમય ઇંટરનેટ પર માણી સકો અન સાથે સાથે કામની ભી કેરી સકો.

હા હૂ વાત કરુ છુ ઇંટરનેટ નો ઉપયોગ કેરી ની તમે કેવી રીતે કમય સકો?

હૂ વાત કરુ છુ ગૂગલ (Google) ની કે જે તમને આપે ચે તક ઇંટરનેટ પર કમાણી કરવાની. તમને કદાચ ખબર નહી હાય ક ગૂગલ અડસેન્સ કેરી ની ઍક ગૂગલ ની પ્રૉડક્ટ ચે જે તમને આપે છે તક ઇંટરનેટ પર કમાણી કરવાની.

તમારે ક્સુ નથી કરવાની બસ તમારે ઍક વેબસાઇટ બંનાવવાની છે અન ઍમા તમારી .મનપસંદ વસ્તુ વીસે કાઈ ભી લખવાણુ અન રેગ્યુલર તમારે બધુ અપડેટ કરવાનુ અન ગૂગલ તમને તમારી વેબસાઇટ ચેક કેરી લા અન તમને અડસેન્સ અડ્વરટાઇજ઼ મૂકવા માટે યેસ કહી ડે ઍટલે તમેન ટી અડ્વર્ટાઇજ઼્મેંટ તમારી સાઇટ પર મૂકી અન પછી તમે કામની કેરી સકો છો. છે ની મસ્ત વસ્તુ?

તમારે બીજી વધારે ઇન્ફર્મેશન જોઇતી હાય તો મને કૉમેંટ લખો આયી ઍટલે હૂ ઍમા જવાબ આપીસ.

ધન્યવાદ

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.