સવારથી રાત સુધી ખાવા પીવા રહેવા માટે સુવિધા ..જોઈએ છે એક બહેન …
પ્રાઈસ લીસ્ટ :

બે વખત રસોઈ .: રૂપિયા 3000/- ,મહીને બે દિવસ રજા .
કપડા : 450/500 રૂપિયા .
વાસણ : 450/500 રૂપિયા
કચરા પોતા : એક માળ ના 450/500 /- રૂપિયા .બીજા માળ પર શરતોને આધીન રોજ કચરા / બે દિવસે કચરા / અઠવાડિયે પોતું /રોજ પોતું …મોટો બંગલો તો 600/- રૂપિયા માળ દીઠ .
બંગલાનો માળી : રોજ કે બે દિવસ કે અઠવાડિયા નો દર .ઓછામાં ઓછા 200/- રૂપિયા .
સ્કુલની રીક્ષા કે વાન ; મહીને 500/- રૂપિયા મૂકી દો .
ટ્યુશન :અંગ્રેજી માધ્યમ 1 થી 7 ધોરણ ઓછામાં ઓછા 500/- થી 700/- રૂપિયા . ગુજરાતી માધ્યમ 100/- થી 200/- રૂપિયા ઓછા . કોચિંગ ક્લાસ 350/- રૂપિયા પકડી લો .
બીમાર માણસ નું નર્સિંગ રોજના 400/- નર્સ રાખીએ તો .
બાળક પાછળ આયાનો ખર્ચ : 2000/- ઓછા માં ઓછા મહીને …
બહારના દોડ ધક્કા ખાતા મૈડ સર્વન્ટ આખો દિવસ 1000/- રૂપિયા ઓછામાં ઓછા પકડો .
આ થી વધારે પણ કામ છે .
સોશિઅલ પબ્લિક રીલેશન ઓફિસરની જોબ હોય તો પગાર ?? ગણી લો તમે . ઘેર અચાનક આવી પડતા ખર્ચા વખતે બજેટીંગ નું કામ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો કસ્ટમર દીઠ સર્વિસ ચાર્જ …એક કંપનીની બધી જ માહિતી થી વાકેફ એવો વિશ્વસનીય સેક્રેટરી .કંપની સેક્રેટરી જે કંપનીનું ટાઈમ ટેબલ મેનેજ કરે છે .જોબ ડીસાઈડ કરે છે એ એમ .બી .એ. …
ઉપરમાંથી કોઈ પણ વ્યક્તિ રજા પાડે એનું કામ કરી નાખવાનું …
અને છેલ્લે નાણાકીય ભીડના સમયમાં પોતાના દાગીના પણ કાઢીને સોંપી દે એવો દોસ્ત ..
હા આ બધા ઉપરાંત સોશિઅલ સિક્યોરીટી ની વણલખી બાહેંધરી આપે છે .
આ બધા મલ્ટી ટાસ્ક કરનાર વ્યક્તિને તમે ઓળખો છો ????
એને આજ સુધી આ બધું કામ કરવાનો કોઈ પગાર મળ્યો નથી .એને કોઈ રજા મળતી નથી . આ બધું કામ એની ફરજમાં આવે છે અને એ હંસતે મુખે બજાવે પણ છે .એ બહાર બીજી નોકરી કરે તોપણ આ કામ તો એ જાણે જ છે ..ઘર નામની સંસ્થા કે કંપનીને એણે ક્યારેય ખોટકાવા નથી દીધી .એ સુપર મેનેજર છે ..એને સી ઈ ઓ જેટલો પગાર મળવો જોઈએ ..પણ એણે ક્યારેય માંગ્યો નથી .
એને બે વસ્તુની જ માંગણી કરી છે .એક તો જેને માટે એ બધું કરે છે એ વ્યક્તિઓનો પોતાના માટે સમય અને ખુબ ખુબ પ્રેમ ….
સમાજમાં જેને આપણને વધારે જેની જરૂર પડી જ છે અને તોય એના રોલને સૌથી વધારે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાયો છે .જેની કોઈ કદર નથી થઇ એ હોદ્દેદારનું નામ છે...
” ગૃહિણી ” ……
સૌના મેણા ટોણા માર સુધ્ધા સહન કરતી અને ક્યારેક તો બીજા લોકો માટે જેનો પ્રાણ સુધ્ધા લેવાય છે એ ગૃહિણી ..આ તમારી માત્ર પત્ની નહિ પણ માં બહેન અને દીકરી સુધ્ધા આમાં છે …..
એને વસ્તુ કે જોવાલાયક કે ભોગવવાની ચીજ નહિ પણ એક જીવંત મનુષ્ય સમજો ..એની પણ લાગણી હોઈ શકે તેને દુભાવો નહીં .તમારા નાના પુત્રને હવે નાનપણથી જ સ્ત્રી તરફ સન્માન થી જોવાના સંસ્કાર આપો …
0 comments :
Post a Comment